
VJAP_13 જૈન સાહિત્ય અને સમાજ
સામાજિક મૂલ્યો અને સાંસ્કૃતિક વિકાસ પર જૈન સાહિત્યના ગહન પ્રભાવનો અભ્યાસ કરવો, અને પવિત્ર ગ્રંથો તથા સમકાલીન લખાણો કેવી રીતે આધુનિક સામાજિક જીવનને માર્ગદર્શન આપે છે તે ઉજાગર કરવું.
પંચસૂત્ર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ દ્વારા રચિત આધ્યાત્મિક માર્ગદર્શન કરાવતાં પાંચ સૂત્રોનો સમૂહ એટલે 'પંચસૂત્ર'. આમાં ક્રમશઃ આ વાતો પર વિચાર કરવામાં આવ્યો છે: પાપવૃત્તિનો નાશ અને પાત્રતા: જીવનમાં પાપવૃત્તિનો નાશ કેવી રીતે કરી શકાય અને ગુણો પ્રાપ્ત કરવાની પાત્રતા કેવી રીતે કેળવી શકાય. શ્રાવકનું જીવન: શ્રાવક પોતાનું જીવન કેવી સદ્ભાવના અને પ્રતિજ્ઞાઓ સાથે પસાર કરે. સંયમની તૈયારી: સંયમજીવન ગ્રહણ કરવાની ઇચ્છાવાળો શ્રાવક એની તૈયારી કેવી રીતે કરે. મુનિજીવન: મુનિજીવનની ચર્યા, ભાવના અને શૈલી કેવી હોય. મોક્ષનું સુખ: મોક્ષજીવનનું સુખ કેવું હોય છે. આ પાંચે સૂત્રોના અધ્યયન દ્વારા જીવનમાં સહજ રીતે જ આધ્યાત્મિકતા કેળવાતી જાય છે. અહીં આ પાંચે સૂત્રોનું રહસ્ય સમજાવતાં પ્રવચનો રજૂ થયાં છે.