
માલિકી 0/0 - પૂર્ણ બંડલ
વર્ણન
શાસ્ત્રનિષ્ઠા, સત્યનિષ્ઠા, શાસનનિષ્ઠા અને સાધનાનિષ્ઠાને આધાર તરીકે રાખીને આ શ્રેણિના ગ્રંથો લખાયા છે. ગુરુપરંપરાના આદર્શો, સંયમની તપસ્યા અને સતત અનુપ્રેક્ષા – એ બધું આ ગ્રંથોમાં સહજ રીતે અભિવ્યક્ત થાય છે. મહામુનિઓએ હજારો વર્ષ પહેલાં જે સત્ય શોધ્યું હતું, એ જ સત્ય આજના માનવીને પણ એટલું જ ઉપયોગી છે એ સમજ આમાં મુખ્ય રહી છે. અને એટલે જ, આધ્યાત્મિકતા અને આધુનિકતા વચ્ચેના અંતરને પૂરવા માટે એક સેતુ જેવાં આ પુસ્તકો છે. જૈન તત્ત્વજ્ઞાનના પ્રાચીન ગ્રંથો અને આચાર્યોના ઉપદેશોને આજના યુગના સંદર્ભમાં સમજાવતું આ દરેક પુસ્તક એક એવું દ્વાર ખોલે છે કે જે વાચકને વિચાર, મનન અને અનુસંધાન તરફ દોરી જાય છે.