શાસનની રક્ષા છે પ્યારી | ભાવિક શાહ

વર્ણન

આ ગીત શાસન પ્રત્યેની ગહન ભક્તિ વ્યક્ત કરે છે — શાસન એટલે તીર્થંકરો દ્વારા આપેલ ઉપદેશો, નૈતિક સિદ્ધાંતો અને આધ્યાત્મિક માર્ગદર્શન, જે ભક્તને સાંસારિક મોહ, અજ્ઞાન અને દુઃખથી રક્ષા કરે છે. તે દર્શાવે છે કે શાસનનું અનુસરણ કરવાથી આંતરિક શાંતિ, આધ્યાત્મિક બળ અને મોક્ષ પ્રાપ્ત થાય છે.

શાસનની રક્ષા છે પ્યારી

શાસનની શોભા ન્યારી

શાસનની આણા ધારી

શાસનની જઉં બલિહારી

શાસનની રક્ષા છે પ્યારી

શાસનની શોભા ન્યારી

શાસનની આણા ધારી

શાસનની જઉં બલિહારી

દેવગુરુના... શરણે જઈને રહેવું

કેવલીના... કહ્યા, બસ ધર્મપ્રવાહે વહેવું

દેવગુરુના... શરણે જઈને રહેવું

કેવલીના... કહ્યા, બસ ધર્મપ્રવાહે વહેવું

મંડન હો... વજ્જર થઈને, આપત્તિને ચુરવાની

મંડન હો... નીડર થઈને, જ્યોતિને પુરવાની

શાસનની રક્ષા છે પ્યારી

શાસનની શોભા ન્યારી

શાસનની આણા ધારી

શાસનની જઉં બલિહારી

શાસનની રક્ષા છે પ્યારી

શાસનની શોભા ન્યારી

શાસનની આણા ધારી

શાસનની જઉં બલિહારી

તીર્થોની... રક્ષાની... લડાઈ અમને ફાવી છે

ચાણક્ય... નીતિની... ચર્ચા તો અમને ભાવી છે

જોખમની સામે ઝૂઝવું

એવી તો શાસનભક્તિ છે

ન ઝૂકવું, ન મૂકવું

શાસનને સોંપી શક્તિ છે

પણયા વીરા મહાવીહિં

એ તો અમારો મંત્ર છે

શિવમસ્તુ સર્વ સૃષ્ટિનું

સૂત્રે અમારું તંત્ર છે

મંડન હો... વજ્જર થઈને, આપત્તિને ચુરવાની

મંડન હો... નીડર થઈને, જ્યોતિને પુરવાની

શાસનની રક્ષા છે પ્યારી

શાસનની શોભા ન્યારી

શાસનની આણા ધારી

શાસનની જઉં બલિહારી

ઝંઝાવાતો પ્રચંડ આવી પડે

જ્ઞાનનો દીવો ઝગમગાતો રહે

ઘનઘોર ઘટા હો કે આંધી ઊઠે

જ્ઞાનનો સૂર્ય ચમચમાતો રહે

મંડન હો... વજ્જર થઈને, આપત્તિને ચુરવાની

મંડન હો... નીડર થઈને, જ્યોતિને પુરવાની

શાસનની રક્ષા છે પ્યારી

શાસનની શોભા ન્યારી

શાસનની આણા ધારી

શાસનની જઉં બલિહારી

શ્રમણોની સેવાની લગની હૈયે લાગી

શ્રમણીની રક્ષાની બુદ્ધિ હવે જાગી

મહાવીરના શાસનની મોંઘી મૂડી

ભાવના એ હૈયે ઊંડી-ઊંડી રૂડી

હો, જૈનોના ઉત્કર્ષે સર્વસ્વ સ્વાહા કરવું છે

આતમના ઓવારે સૌ સાથ-સાથ તરવું છે

કોઈ સ્વપ્ન ના તૂટે, કોઈ આશા ના છૂટે...

અમે ચાહીએ જેને દિલથી, એની હામ ના ખૂટે...

મંડન હો... વજ્જર થઈને, આપત્તિને ચુરવાની

મંડન હો... નીડર થઈને, જ્યોતિને પુરવાની

શાસનની રક્ષા છે પ્યારી

શાસનની શોભા ન્યારી

શાસનની આણા ધારી

શાસનની જઉં બલિહારી

ચાલે છે જે સતની લડાઈ

દુનિયા મારી એમાં પડઘાઈ

જો આ જમીન (શાસન-શાસન)

જો આ આકાશ (શાસન-શાસન)

જો આ હવા (શાસન-શાસન)

જો આ પ્રકાશ (શાસન-શાસન)

દર દિવસે ને દર રાતે ને

દર ક્ષણમાં ગૂંજ ગાજી

અમે જીતીશું અમે જીતીશું

અમે જીતીશું દર બાજી

શાસનની રક્ષા છે પ્યારી

શાસનની શોભા ન્યારી

શાસનની આણા ધારી

શાસનની જઉં બલિહારી

શાસનની રક્ષા છે પ્યારી

શાસનની શોભા ન્યારી

શાસનની આણા ધારી

શાસનની જઉં બલિહારી