વર્ણન
“તારા ગુણોની પાટ” શબ્દસમૂહનો અર્થ “તમારા ગુણોની સ્તુતિ” એવો થાય છે — જેમાં ગાયક પ્રભુના દિવ્ય ગુણોથી આશીર્વાદિત થવાની અને સાચા આધ્યાત્મિક માર્ગે માર્ગદર્શન મેળવવાની પ્રાર્થના કરે છે.
ગીત ના બોલ
કારુણ્યની વર્ષી અનહદ છોળો
સંતાપ સહુનો પાડ્યો તેં મોળો
પ્રસરી તુજથી મનભર શાંતિ
તૃપ્તિ સલૂણી મનહર કાંતિ
અનુમોદના... તારા ગુણોની
સાર્થ સહાયક! મુક્તિએ પહોંચે
માહણ! આંતર શત્રુ દબોચે
ગોપેન્દ્ર! જીવોને અભય-પ્રદાન
નિર્યામક! તેં સાચવ્યું સુકાન
અનુમોદના... તારા ગુણોની
શુભ વર્તન શુભ વ્યવહાર
ઉચ્ચાર ને શુભ વિચાર
નિખિલ જગતિ સકલ શુભની પ્રસિદ્ધિ તુજ થકી...
વિશ્વનો મૂલ આધાર
વાત્સલ્યનો વળી પરિવાર
જેમ વિના અપવાદે એની પ્રસક્તિ તુજ થકી...
દાદા! તારી તો મહેર છે
ઉત્કર્ષની લહેર છે
માંગલ્યનું શહેર છે
અનુમોદના... તારા ગુણોની
મમ-પરની ભેદક મમતા
છોડીને ધારી સમતા
જગ જીવને નિજ જન્મથી નંદિત જે કરે...
જાણે પ્રગટ્યો અંબર-દીવો
જેના શરણે સવિ ભવિ જીવો
શુભ કલ્યાણ હેતુ કેવલ-લક્ષ્મી જે વરે...
આ તો કરુણાનું કવન છે
પાવિત્ર્યનો પવન છે
ભાવનાનું ભવન છે
અનુમોદના... તારા ગુણોની
જ્ઞાન અનંતું દૃષ્ટિ સમસ્ત
ક્ષાયિક સમકિત વીર્ય પ્રશસ્ત
પરમાનંદી વિઘન-વિનાશી
અકલ અરૂપી તું અવિનાશી
અનુમોદના... તારા ગુણોની
અનુત્તર પુણ્યની રાશિ
અતિશય અદ્ભુત લાસી
મનવંછિત-સિરિ-નિધાન બિરુદ તું વહે...
નિરાગ વિરાગ અવિકાર
અહંકાર નહિ મમકાર
ભવ-ભવ સંચિત ક્લેશનો કચરો તું દહે...
તું તો દોષોનું મરણ છે
આનંદનું ઝરણ છે
મંડનનું શરણ છે
અનુમોદના... તારા ગુણોની