વર્ણન
ગીતના શબ્દો સમર્પણ અને આધ્યાત્મિક પ્રેમને વ્યક્ત કરે છે, જે ભગવાનની નજીક થવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિની આંતરિક ભાવનાઓને દર્શાવે છે, અને આ સ્વીકાર કરે છે કે દિવ્ય પ્રેમ સામાન્ય શબ્દોથી ઘણો આગળ છે.
ગીત ના બોલ
હું તને સમજાવું શું?
ન તુજ વિના ઠરતો હું...
તું શું જાણે પ્રીત મારી?
જોઉં હું રાહ તારી
તું નાથ ને સાથ મારો
હું તને સમજાવું શું?
ન તુજ વિના ઠરતો હું...
મારા હૈયે શોધી લીધી છે
તુજ હોવાની સુવાસ...
તું જો મારી સાથે રહે તો
એ મારો અભિલાષ...
જીવન મારું હોયે... સઘળું તારું
હું શું કરું બીજું?
સાચી પ્રતીત મારી
જોઉં હું રાહ તારી
તું નાથ ને સાથ મારો
હું તને સમજાવું શું?
ન તુજ વિના ઠરતો હું...
આ નથી થતું સારું હવે...
આ નથી થતું સારું હવે
તું મારાથી દૂર રહે
નિશદિન દર્શન વિના...
નિશદિન દર્શન વિના
મારી આંખોથી આંસુ વહે
તારા વિના ક્યાં હું જાઉં?
મારા હૈયાના શ્વાસ!
તારા ચરણે શરણું મારું
એ મારો વિશ્વાસ
તારી કૃપા હોયે... મંડન મારું
કરતી રહે
ખૂટે ન હામ મારી
જોઉં હું રાહ તારી
તું નાથ ને સાથ મારો
હું તને સમજાવું શું?
ન તુજ વિના ઠરતો હું...