જય જય આરતી | ક્લાસિકલ જૈન આરતી

વર્ણન

જૈન આરતી તીર્થંકરોની સ્તુતિમાં ગવાતું ભક્તિગીત છે। તે શ્રદ્ધા, કૃતજ્ઞતા અને આધ્યાત્મિક ભાવ વ્યક્ત કરે છે અને મંદિરો તથા ધાર્મિક વિધિઓ દરમિયાન ગવાય છે।

જય જય આરતી આદિ જિણંદા

નાભિ રાયા મરુદેવી કો નંદા।

પહેલી આરતી પૂજા કીજે

નરભવ પામીને લહાવો લીજે।

દૂસરી આરતી દીનદયાલા

ધૂળેવા મંડપમાં જગ અજવાલા।

તીસરી આરતી ત્રિભુવન દેવા

સુર નર ઇંદ્ર કરે તોરી સેવા।

ચોથી આરતી ચઉ ગતિ ચૂરે

મનવાંછિત ફલ શિવસુખ પૂરે।

પંચમી આરતી પુણ્ય ઉપાયા

મૂળચંદે ઋષભ ગુણ ગાયા।