તારો સાથ નેમિનાથ | કુશલ જૈન (શેઠ)

વર્ણન

હ્રદયસ્પર્શી જૈન ભક્તિગીત “તારો સાથ નેમિનાથ” રજૂ કરીએ છીએ, જે ૨૨મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનને સમર્પિત છે. આ ગીત સતત જોડાણ અને માર્ગદર્શન માટેની પ્રાર્થના છે, જે ઊંડી ભક્તિ અને અડગ શ્રદ્ધાથી ગુંજે છે.

શ્વાસે શ્વાસે નામ જપવું માહરે તારું

રોમે રોમે નામ રટવું માહરે તારું

મારા હૃદયે.. મારા રગેરગમાં

નેમી બસ એક તું

હર ક્ષણે ને હરપળે નેમી

તું જ તું બસ તું


ભવોભવ મળતો રહે

તારો સાથ નેમીનાથ

ભવોભવ મળતો રહે

તારો હાથ નેમીનાથ (૨)


નેમિ નિરંજન.. તારૂં સ્મિત ચાહું

નેમિ નિરંજન.. તારી પ્રીત ચાહું

નેમિ નિરંજન.. તારૂં ગીત ગાઉં

નેમિ નિરંજન.. તારી રીત ધ્યાઉં

નાથ તારી પાસ આવું

ભેટવા જ્યારે

તુજને બસ તુજને જ હું

નિરખી રહું ત્યારે

આંખેથી અશ્રુની ધારા વહેતી રહે

તે ક્ષણે

તને છોડીને ના જાઉં એવું

લાગે હરપળે

રહેવું છે તુજ સંગાથ

આપો સાથ મારા નાથ

છે સ્વીકાર હર એક વાત

મારા નાથ નેમિનાથ


ભવોભવ મળતો રહે

તારો સાથ નેમીનાથ,

ભવોભવ મળતો રહે

તારો હાથ નેમીનાથ (૨)



મારા શ્યામળા, તારણહારા

મારા નેમિનાથ

સુણજોને વાત, કરજો મિલાપ

મારા નેમિનાથ (૨)


હે સત્વશાળી, બ્રમ્હચારી

નેમિ ગિરનારી

વૈરાગ્યરસ વહેલો હું પામું

વિનતી એ મારી

હૃદિયામાં નેમિ નેમિની

સરગમ છે લહેરાઈ

તારા નામની, તારા પ્રેમની

મનમાં છે ધૂન છાઈ


ભવોભવ મળતો રહે

તારો સાથ નેમીનાથ,

ભવોભવ મળતો રહે

તારો હાથ નેમીનાથ (૨)