પરિણતિના પર્વમાં થીમ સોંગ | સની શાહ

વર્ણન

આ ગીત પૂજ્ય ત્રિલોક્યમંડન વિજયજી મહારાજ સાહેબના ૨૫ વર્ષના સંયમ જીવન પર આધારિત છે.

પરિણતિના પર્વમાં રંગ છાયો

આનંદના તરંગનો સંગ ભાયો

સ્વને ચાહું સૌને ચાહું

પ્રેમ પરમે પદવી પાયો


રેલાવે જે જીવન સંગીત

હૃદયની સભરતા

એ સ્નેહનો નિધિ મળ્યો

સંયમ જીવનમાં


રેલાવે જે જીવન સંગીત

હૃદયની સભરતા

એ સ્નેહનો નિધિ મળ્યો

સંયમ જીવનમાં


મંગલ હો આ વિશ્વનું

પ્રાર્થના એ ફળી

પ્રેમની ધાર વહેવા દો

સંવેદના એ ખીલી


મંગલ હો આ વિશ્વનું

પ્રાર્થના એ ફળી

પ્રેમની ધાર વહેવા દો

સંવેદના એ ખીલી


જીવને હરક્ષણ પ્રભુકૃપા છે

એનો અનુભવ મારી કથા છે

બધે જ જોયું ઈશનું પ્રતિબિંબ છે

હો... થયો પવિત્ર પ્રભુ સ્મરણથી

પ્રજળ્યાં પાપો ગુરુ ચરણથી

મળ્યું મુજને મંગલનું વરદાન છે


સતનું શિખર ચઢું કદી

સદ્ભાવના એ ધરી

તેજોવલય વીંટું સ્વયં

મન કામના એ કરી

પાવિત્ર્યનાં સ્પંદન હો

પ્રાર્થના એ ફળી

જેમાં ધર્મ તેનો જય હો

સંવેદના એ ખીલી


પ્રસન્નતા સ્પર્શન હો

પ્રાર્થના એ ફળી

મંડન સૌનું મારી આસ્થા

સંવેદના એ ખીલી


પરિણતિના પર્વમાં રંગ છાયો

આનંદના તરંગનો સંગ ભાયો

સ્વને ચાહું સૌને ચાહું

પ્રેમ પરમે પદવી પાયો